July 4, 2024

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા શેરબજારમાં વસંત પાછી ફરી

Sensex Opening Bell: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજારમાં હરિયાળી જોવા મળી છે. પાંચ દિવસ બાદ શેરબજારમાં વસંત પાછી આવી છે. સેન્સેક્સ 573 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 74458 પર પહોંચી ગયો છે. સેન્સેક્સ ટોપ ગેઇનર્સમાં L&T, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બે ટકાથી વધુ વધ્યા છે. નિફ્ટી પણ 22600 પાર પહોંચી ગયો છે.

1 જૂને યોજાનારી લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા શેરબજાર તેની ભવ્યતામાં પરત ફર્યું છે. એક્ઝિટ પોલ પહેલા આજે 31મી મેના રોજ માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલો ઘટાડો અટકી ગયો છે. BSE સેન્સેક્સ 322 પોઈન્ટના ઉછાળા સાથે 74208 ના સ્તર પર ખુલ્યો ગતો. જ્યારે, NSE ના નિફ્ટી 50 એ પણ આજે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆત 79 પોઈન્ટના મજબૂત વધારા સાથે 22568 ના સ્તરથી કરી હતી.

આ પણ વાંચો: વાચકોનું વાંચનધામ એટલે દેવધા ગામે બનેલી પ્રાકૃતિક લાઈબ્રેરી

આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. નિફ્ટી, બેન્ક નિફ્ટી અને સેન્સેક્સ બધા ઉછાળા સાથે ખુલ્યા છે. નિફ્ટી બેન્ક શરૂઆતના કારોબારમાં 49,000ને પાર કરતી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી 22,600ને પાર કરી ગયો હતો. બજારની શરૂઆતમાં જ નિફ્ટીના 50માંથી 39 શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30માંથી 28 શેરોમાં ખરીદી જોવા મળી હતી.