January 10, 2025

Apple Watch SE 2 પર મોટું ડિસ્કાઉન્ટ, સસ્તા ભાવે લાવો મોંઘી ગિફ્ટ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ Apple Watch SE 2ની ખરીદી પર જબરદસ્ત ઓફર ચાલી રહી છે. વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે તો તમે તમારા પાર્ટનરને આ વોચને ગિફ્ટ આપી શકો છો. તમને જણાવી દઈએ આ એપલ સ્માર્ટવોચ પ્રીમિયમ ડિઝાઇન, ક્રેશ ડિટેક્શન ફીચર જેવી શાનદાર સુવિધાઓ સાથે આવે છે. આ ઘડિયાળની ખરીદી પર 21 હજાર રૂપિયા સુધીની બચત તમે કરી શકો છો.

લોન્ચ કરવામાં આવી
Apple Watch SE 2 ની ખરીદી પર અમેઝિંગ ડીલ્સ ઉપર તમને મળશે. યુઝર્સ એપલની આ પ્રીમિયમ સ્માર્ટવોચ માત્ર રૂપિયા 5,999માં ખરીદી શકશે. આ ડીલ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટવોચ 29,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ સ્માર્ટવોચ માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ વોચની ખરીદી કરીને તમે તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો.

ઓફર મળી
જો તમે પણ વેલેન્ટાઈન ડેના અવસર પર તમારા પાર્ટનરને આ એપલ સ્માર્ટવોચ ગિફ્ટ કરવા માંગો છો, તો આ ઓફર તમારા માટે છે. ફ્લિપકાર્ટ પર તેની ખરીદી પર તમને 21,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય OneCard ક્રેડિટ કાર્ડ પર 1,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ તમને મળશે. આ ડિસ્કાઉન્ટ બાદ એપલની આ સ્માર્ટવોચ 25,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સિવાય આ ઘડિયાળની ખરીદી પર જૂની સ્માર્ટવોચ પર 20,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ તમને  મળી રહેશે. આ રીતે, એકંદરે વપરાશકર્તાઓ આ ઘડિયાળની ખરીદી પર 21,000 રૂપિયા બચાવી શકે છે.

iPhone 16ની બેટરીની વિગતો
અગાઉની સિરીઝની જેમ iPhone 16 સિરીઝમાં પર 4 મોડલનો સમાવેશ કરાયો છે. મળતી વિગતો અનુસાર iPhone 16 સિરીઝના કેટલાક મૉડલમાં iPhone 13 સિરીઝમાં જોવા મળતી L-આકારની બેટરી ડિઝાઇન જોવા નહીં મળે. જે માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 Plusમાં 4,006mAh બેટરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. iPhone 16 Pro Max વિશે વાત કરીએ, તો તેમાં 4,676mAhની મોટી બેટરી મળી શકે છે. આ વાયરલ માહિતીઓમાં હજુ iPhone 16 Pro વિશે કોઈ માહિતી સામે આવી નથી. iPhone 15માં 3,279mAhની બેટરી છે, જ્યારે Pro Maxમાં 4,352mAhની બેટરી છે.