પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ફટકો, વિનેશ ફોગાટ ફાઇનલ માટે અયોગ્ય
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો આંચકો લાગ્યો છે જેમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ વધુ વજન હોવાના કારણે ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થઈ ગઈ છે.
આ પણ વાંચો: ફોગાટ ગોલ્ડ માટે ધોબી પછાડ આપશે, કોંગ્રેસે PMને ટોણો માર્યો
ભારતને મોટો આંચકો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો આંચકો લાગ્યો છે જેમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ વધુ વજન હોવાના કારણે ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગશે.
પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. વિનેશ ફોગટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર કહી શકાય. પોતાને મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે હતું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.