November 13, 2024

દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો, 5 વખતના ધારાસભ્ય મતીન અહેમદ AAPમાં જોડાયા

Mateen Ahmed Joins AAP: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીથી પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મતિન અહમ રવિવારે (10 નવેમ્બર) રોજ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. મતિન અહેમદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. દિલ્હી ચૂંટણી પહેલા મતીન અહેમદનું કોંગ્રેસમાં જોડાવાને મોટી ખોટ માનવામાં આવી રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ મતીનના ઘરે ગયા અને તેમને પાર્ટીમાં સામેલ કર્યા. આ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી ઈમરાન હુસૈન પણ હાજર હતા. અરવિંદ કેજરીવાલ ખુદ મતીનના ઘરે આવ્યા હતા. આનાથી સ્પષ્ટ થયું કે આગામી વિધાનસભાની ટિકિટ તેમના પરિવાર માટે કન્ફર્મ થઈ ગઈ છે.

આ વિસ્તારોમાં મતીન અહેમદની પકડ મજબૂત છે
મતિન અહેમદ 1993 થી 2015 વચ્ચે પાંચ વખત સીલમપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ દિલ્હી જલ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે શીલા દીક્ષિત સીએમ હતા ત્યારે તેમને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. દિલ્હીમાં મુસ્લિમ મતદારોનો પ્રભાવ ધરાવતા લગભગ દસ વિધાનસભા મતવિસ્તારોમાં તેમની પકડ સારી માનવામાં આવે છે.

દિવાળીના અવસર પર મતિન અહેમદના પુત્ર અને કોંગ્રેસના બાબરપુર જિલ્લા અધ્યક્ષ ચૌધરી ઝુબેર અને ચૌહાણ બાંગરથી કોંગ્રેસ કાઉન્સિલર શગુફ્તા ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.