ભુજમાં ભૂમાફિયાઓએની મિલીભગત, રેવન્યૂ રેકોર્ડમાં થયેલી ભૂલનો લાભ લઈ ગૌચર જમીન પડાવી

ભુજઃ તાલુકાના સૈયદપર ગામે ભુમાફિયાએ જવાબદારો વિભાગો સાથે મિલીભગત કરી રેવન્યૂ રેકર્ડમાં ભૂલનો ગેરલાભ લઈ ગેરકાયદેસર રીતે એકના બદલે બીજી જગ્યાએ જમીન બતાડી ગૌચર જમીન પચાવી પાડવામાં આવી છે. ભુમાફિયા દ્વારા સૈયદપરના જુના સર્વે 1/2 થતા જેના નવા સર્વે નંબર 3વાળો ઠામ ગેરકાયદેસર રીતે પચાવી પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભુમાફિયાઓ દ્વારા સૈયદપર ગામના સર્વે નંબર 1/1ના બદલે 1/2નો ગેરકાયદેસર રીતે વેચાણ કર્યો હોવાની ગ્રામજનોએ તમામ વિભાગોને લેખિત રજૂઆત કરી છે
સૈયદપર ગામે જમીનની નકશા ભુલનો લાભ લઈ માપણી કરાવેલી છે, તે જમીનના પૂર્વે સૈયદપરથી વાવડી જતો રાજમાર્ગ આવેલો છે. જમીનમાંથી ગામના સીમાડા આવેલા ખેતરોમાં આવવા જવાનો રસ્તો આવેલો છે. તેમજ સરકારની યોજનાઓમાંથી વિકાસના કામો જમીનમાં ગામ લોકોને પીવાનું પાણી પૂરો પાડતો પાણીનો ટાંકો તથા પાણીની લાઈન તથા પશુધનને પાણી પીવા માટેનો તળાવ આવેલો છે.
તમામ કામો એક જ દિવસમાં કે એક જ રાતમાં થયેલું હોય તેવું નથી તેમજ તે જમીનમાં પથ્થરના વિશાળ કુદરતી ડુંગરો આવેલા છે. જેથી તટસ્થ તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ જમીન કયારે પણ ખેડાયેલી નથી કે, ક્યારે પણ ખેડવાલાયક રહી નથી. તે તમામ હકીકત ભુમાફિયાઓ પણ જાણે છે તેમ છતાં બળપ્રયોગથી તેમજ કિંમત જમીન પચાવી પાડવા પોલીસનો સહારો લઈ બળજબરીપૂર્વક મેળવવાની તજવીજ કરી ગામ લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે.