March 21, 2025

ભુજ અને નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

કચ્છ: પશ્ચિમ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે ગુરૂવારના સાંજના સમયે ભુજ અને નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ભુજ શહેર અને નખત્રાણા પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બપોર બાદ ઓચિતું વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

પશ્ચિમ કચ્છમાં કમોસમી વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ઠંડા પવન સાથે વરસાદ જેવો માહોલ સર્જાયો છે.