January 4, 2025

ભાવનગરના તરમસિયા રોડ પર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ, બોગસ મહિલા ડોક્ટર ફરાર

ભાવનગરઃ શહેરના તરમસિયા રોડ પર આવેલી રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું ઝડપાયું છે. ડિગ્રી વગર ભાડાના મકાનમાં જાતિ પરીક્ષણ કરતી બોગસ મહિલા ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગે બોગસ મહિલા ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી છે. બોગસ આયુર્વેદિક ડોક્ટર ક્રિષ્ના કામોઠી અધેવાડા નજીક ક્લિનીક ચલાવતી હતી. બોગસ મહિલા ડોક્ટર સોનોગ્રાફીના પોર્ટેબલ મશીનથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે છટકું ગોઠવી બોગસ મહિલા ડોક્ટરનું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ભાંડો ફોડ્યો હતો.

બોગસ ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરવા માટે લોકો પાસેથી 15 હજાર જેટલા રૂપિયા વસૂલતી હતી. બોગસ ડોક્ટર સામે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હાલ આ મહિલા ડોક્ટર ફરાર થઈ ગઈ છે.