July 2, 2024

ભાવનગરમાંથી મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપ્યો

bhavnagar sog sealed eye medical agency syrup

મોટા પ્રમાણમાં નશાકારક જથ્થો ઝડપાયો

ભાવનગરઃ છેલ્લા એકાદ વર્ષમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાવાના ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. તેટલું જ નહીં, તેને પીવાથી ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ બની હતી. ત્યારે ફરી એકવાર મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે.

ભાવનગરમાંથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે દરોડા પાડી મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, SOGની ટીમે આઇ મેડિકલ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપી પા઼ડ્યો છે. 579 જેટલી બોટલ ટીમે ઝડપી પાડી છે. હાલ આઇ મેડિકલ એજન્સીને એસઓજીની ટીમે સીલ કરી નાંખી છે.

મહત્વનું છે કે, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક કફ સીરપનો જથ્થો વેચવામાં આવતો હતો. ત્યારે અમદાવાદ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નશાકારક કફ સીરપને કારણે મોત થયું હોવાના ઘણાં કિસ્સા ભૂતકાળમાં મળ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. હાલ આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વેરાવળમાંથી મોટા પ્રમાણમાં હેરોઇન ઝડપાયું
ગીર-સોમનાથ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો છે. વેરાવળ બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. હાલ આ મામલે જિલ્લા LCB, SOG સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. 50 કિલો સીલ બંધ પેકેટ હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરીયાઇ બોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે.