April 3, 2025

ભાવનગરમાં સાસરિયાઓનાં ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા ગટગટાવી, હાલત ગંભીર

ભાવનગરઃ શહેરમાં વધુ એક આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં પતિએ સાસરિયાઓનાં ત્રાસથી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હાલ પીડિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, સાસરિયાઓ તરફથી છૂટાછેડા માટે ચાર લાખ રૂપિયાની વારંવાર માગણી કરવામાં આવતી હતી. આખરે આ વાતથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું હતું. આ ઉપરાંત તેણે સાસરિયાઓ ફોન કરીને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. પત્ની, સાળી, સાસુ, સસરા સહિતના લોકો ફોન કરી ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે.

શાહરુખ કાસમભાઈ મીરાએ વીડિયો બનાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ત્યારે તાત્કાલિક સારવાર માટે શાહરુખને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ શાહરૂખની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.