ભાવનગરની રેનાઇન્સ ગ્લોબલ લિમિટેડે મંદીના માહોલ વચ્ચે 450 કામદારોને છૂટા કર્યા

ભાવનગરઃ રેનાઈનન્સ ગ્લોબલ લિમિટેડ કંપનીએ કામદારોને છૂટા કર્યા હતા. કામદારોને છૂટા કરતા કામદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. રેનાઈનન્સ ગ્લોબલ લિમિટેડમાં અને મેન પાવર સપ્લાયની કામગીરી કરતી કંપની છે.
હરીયાણી સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કામદારોને છૂટા કર્યા છે. 450 જેટલા કામદારો કે જે 10 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની નોકરી ધરાવતા હતા. તેમને પણ છૂટા કરવામાં આવ્યા હતા.
મંદીના માહોલ વચ્ચે અચાનક કામદારોને નજીવું વળતર આપી છૂટા કરવામાં આવ્યા છે. છૂટા કરવામાં આવેલા કામદારો પૈકી મોટાભાગના કામદારોની ઉંમર 40 વર્ષ કરતાં પણ વધારે છે.