November 5, 2024

ભાવનગરમાં નકલી PSIના વાયરલ વીડિયો મામલે પોલીસ ફરિયાદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભાવનગરઃ નકલી PSIના વાયરલ વીડિયોનો મામલે ભાવનગર પોલીસે 2 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેઓ વાહનચાલકોને ઊભા રાખી ખિસ્સા ચેક કરી તોડ પાડતા હતા. ત્યારે આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે નકલી PSI બનીને તોડ કરતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. વાહનચાલકોને ઊભા રાખી લાયસન્સ માગી તોડ કરતા બંને ઇસમોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ આ વીડિયો અંગે ભાવનગર પોલીસને જાણ થતા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આ વાયરલ વીડિયો ગારિયાધાર તાલુકાના ગુરુકુળ ગૌશાળા રોડનો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઈમ્તિયાઝ બેલીમ અને અરમાન સૈયદ નામના બે નકલી પોલીસ બનીને પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. આ મામલે ગારિયાધાર પોલીસ મથકમાં BNSની કલમ 204 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.