ભાવનગરમાં 3 હજાર કિલોમીટરનો પ્રવાસ કરી યાયાવર પક્ષીઓનું આગમન
ભાવનગરઃ આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે 3000 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરીને વિદેશથી વિવિધ પ્રકારના પક્ષીઓ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી નવેમ્બર સમાપ્ત થતાં પહેલા ભાવનગર આવી જાય છે અને માર્ચ મહિનાના મધ્ય સુધીમાં ફરી તેઓ પૃથ્વીના ઉતરાર્ધ તરફ પ્રયાણ કરે છે.
કયા કારણોસર વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓ ભાવનગર આવે છે?
ભાવનગરની ભૌગોલિક પરિસ્થિતિ અને 152 કિલોમીટર લાંબા દરિયાકિનારાના કારણે અહીં મીઠાના અગર, મીઠા પાણીના તળાવો અને કાદવિયો દરિયાકિનારાના કારણે પુષ્કળ માત્રામાં વિદેશી પક્ષીઓ માટે ખોરાક ઉપલબ્ધ કરાવે છે. જેથી આ વિદેશી પક્ષીઓ બે હજારથી લઈને આઠ હજાર કિલોમીટરનો પ્રવાસ કરી દર વર્ષે ભાવનગર આવે છે.
ક્યાંથી-કેટલા પ્રકારના પ્રવાસી પક્ષીઓ આવે છે?
141 પ્રકારના વિવિધ પક્ષીઓ ભાવનગર શિયાળો ગાળવા આવે છે. જેમાં અલાસ્કા, સાઇબેરીયાથી રેડ થ્રોટ પિપીટ, પેલિસ્કોપસ આઉલ જે ઈઝરાયલથી માઈગ્રેટ કરી ભાવનગર આવે છે. તેમજ આ ઘુવડની પ્રજાતિ ખૂબ ઓછી જોવા મળે છે. ત્યારબાદ ઉત્તર ભારતમાંથી આવતા ફેલમિંગોસ મોટા પ્રમાણમાં આવે છે કે જે ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનામાં રણમાં નેસ્ટિંગ કરવા જતા રહે છે. પરંતુ 2019માં ફેલમિંગોસ દ્વારા ભાવનગરમાં નેસ્ટીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ પાણી ઘટી જતાં અને ફેરેલ ડોગ્સ દ્વારા તે નેસ્ટીંગ પ્રક્રિયા અનસ્કેસ્ફુલ થઈ હતી.
ભાવનગરના પક્ષી પ્રેમીઓ કહે છે કે, જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ વિદેશથી મોટું અંતર કાપીને ભાવનગરમાં આવતા હોય છે. ત્યારે તેના માટે મહાનગરપાલિકા અથવા સરકારને ભાવનગરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરી વધુ સુવિધાઓ મળે તેવી વિચારણા કરવી જોઈએ.