સિહોર BJPમાં ભડકો! 30 વર્ષથી ત્રણ પરિવાર રાજ કરતા હોવાનો આક્ષેપ; લેટર સોશિયલ મીડિયામાં વાયરલ

ભાવનગરઃ સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ નવો લેટરકાંડ બહાર આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, રત્નાકરજી સહિત મુકેશ લંગાળિયાને સંબોધીને લખેલો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ લેટરમાં છેલ્લા 30 વર્ષથી સિહોરમાં ત્રણ પરિવાર જ રાજ કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ્રમુખના સભ્યો શાસન કરતા હોવાની વાત પણ કરવામાં આવી છે. લેટરમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત લેટરમાં 40 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની પણ વાત કરવામાં આવી છે. જેમાં ત્રણ પરિવારથી સિહોરને બચાવવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણીના રિઝલ્ટ બાદ પ્રમુખને લઈને લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ લેટરથી સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. લેટરમાં 10 જેટલા કાર્યકરોએ ભેગા મળીને લખ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.