ભરૂચ દુષ્કર્મ કેસ: મુખ્ય સરકારી વકીલ પી.બી પંડ્યા બાળકીનો કેસ ફી વગર લડશે, સરકારને પત્ર લખી કરી જાણ
Bharuch: ઝઘડિયા દુષ્કર્મ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ભરૂચ બાર એસોસિએશન દ્વારા આરોપીનો કેસ ન લડવાની જાહેરાત કરી છે. એક પણ વકીલ દ્વારા કેસ હાથમાં નહીં લેવાની જાહેરાત બાદ મુખ્ય સરકારી વકીલે જાહેરાત કરી છે. મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યા બાળકીનો કેસ ફી વગર લડશે. તેમજ મુખ્ય સરકારી વકીલે સરકારને પત્ર લખી જાણ કરી છે.
મળતી માહિતી અનુસાર ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઈને રાજ્યભરમાં લોકોમાં રોષનો માહોલ છે. જે બાદ હવે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ભરૂચ બાર એસોસિએશન દ્વારા આરોપીનો કેસ ન લડવાની જાહેરાત કરી છે. મુખ્ય સરકારી વકીલ પી બી પંડ્યા બાળકીનો કેસ ફી વગર લડશે. તેમજ મુખ્ય સરકારી વકીલે સરકારને પત્ર લખી જાણ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ખાનગી હોસ્પિટલ આવી વિવાદમાં… દર્દીના પરિવારજનોએ વધારે બિલ લેવાના કર્યા આક્ષેપ