October 16, 2024

અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, પુણેની કંપની સાથે કરાર સામે આવ્યો

ભરૂચઃ અંકલેશ્વરમાંથી પકડાયેલા 5 હજાર કરોડના કોકેઇન ઝડપવા મામલે મોટો ખુલાસો થયો છે. જોબવર્કથી ડ્રગ્સ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીએ ડ્રગ્સ બનાવવાનો ખુલાસો થયો છે.

પુણેની ફાર્મા સોલ્યુશન કંપનીને જોબવર્કથી ડ્રગ્સ બનાવી આપ્યું હતું. પુણેની કંપની તરફથી અભિલાષા ગુપ્તા નામની મહિલાએ કરાર કર્યો હતો. અભિલાષા ગુપ્તાએ આવકાર ડ્રગ્સ કંપનીના ડિરેક્ટરો સાથે કરાર કર્યો હતો. બંને કંપની વચ્ચે થયેલા કરારની કોપી બહાર આવી છે.

5 ઓગષ્ટ 2024ના રોજ બંને કંપની વચ્ચે જોબવર્ક અંગેનો કરાર થયો હતો. પુણેથી ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટિરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું છે. પુણેની કંપની ડ્રગ્સ કોર્ટેલ દ્વારા બોગસ રીતે ઉભી કરી હોવાની આશંકા છે. ઝડપાયેલા 5 આરોપીઓના કોલ ડિટેઇલની તપાસ શરૂ કરવામાં આવી છે.