ભરૂચમાંથી 29 ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓ ઝડપાયા, 1000ની તપાસ ચાલુ

ભરૂચઃ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. ત્યારે ભરૂચ પોલીસે પણ ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સમગ્ર જિલ્લામાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ડ્રાઇવ અંતર્ગત કુલ 1000 જેટલા લોકોની પૂછપરછ સાથે દસ્તાવેજની ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ સર્ચ ઓપરેશન 29 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય 100 જેટલા શંકાસ્પદોને ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી હેડ ક્વાર્ટર પગપાળા લઈ જવામાં આવ્યા હતા.