નવા વર્ષ પહેલા લાવો આ સૌથી સસ્તી CNG કાર
Best Cng Car: નવું વર્ષ શરૂ થવાને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે નવા વર્ષથી ઘણી કંપનીઓ તેના ભાવમાં વધારો કરી શકે છે. ત્યારે અમે તમારા માટે સૌથી સસ્તી CNG કાર વિશેની માહિતી લઈને આવ્યા છીએ. આ વર્ષ પુર્ણ થાય તે પહેલા તમે તેને ખરીદી કરી શકો છો. આવો જાણીએ સૌથી સસ્તી CNG કાર વિશે.
મારુતિ સુઝુકી સેલેરિયો
મારુતિ સુઝુકી સેલેરિયો કાર CNG સેગમેન્ટમાં એક શાનદાર કાર ગણવામાં આવી રહી છે. જો તમે પણ CNG કાર શોધી રહ્યા છો તો તમારા માટે આ કાર પણ બેસ્ટ ઓપ્શન છે. આ કારમાં તમને 998 cc એન્જિન મળી રહેશે. આ કારની કિંમતની શરૂઆત 6.73 લાખ રૂપિયા છે.
ટાટા પંચ
આજના સમયમાં મોટા ભાગના લોકો આ ટાટા પંચને પસંદ કરી રહ્યા છે. આ કાર તમારા બજેટમાં આવી જશે. CNG વેરિઅન્ટ એન્જિન મહત્તમ 74.4 bhp પાવર અને 103 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.આ કારની કિંમત 7.22 લાખ રૂપિયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કહીએ તો આ બેસ્ટ કાર છે.
આ પણ વાંચો: સરકારે 80 લાખ સિમ કર્યા બ્લોક, AI ટૂલ્સનો કરાયો ઉપયોગ
હ્યુન્ડાઇ ઓરા
જો તમે CNG કાર લેવાનું વિચારી રહ્યા છો તો હ્યુન્ડાઇ ઓરા પણ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જેમાં તમને 197 cc એન્જિન મળી રહેશે. આ કારની કિંમતની વાત કરવામાં આવે તો તમને 7.48 લાખ રૂપિયામાં મળી રહેશે.