December 21, 2024

શિયાળો શરૂ થાય એ પહેલા કારમાં કરાવો આ ચેકઅપ, પર્ફોમન્સ આપશે ટનાટન

Car Mileage Boosting: નોરતા શરૂ થતા જ ધીમે ધીમે ઠંડીની પા પા પગલી શરૂ થાય છે. મોડી રાત્રે ઠંડો પવન શરૂ થાય છે. આમ શિયાળાની શરૂઆત થાય છે. શિયાળામાં કારનું પર્ફોમન્સ કાયમી ધોરણે ચર્ચાતો વિષય રહ્યો છે. પર્ફોમન્સ ડાઉન થવું એ હવામાનને કારણે થાય છે. જોકે આ સ્થિતિને બદલી શકાય છે. જો શિયાળાના આગમન પહેલા કારમાં કેટલાક ફેરફારો કરાવો છો, તો કાર શિયાળાની ઋતુમાં સારું પર્ફોમન્સ આપી શકે છે. મજબૂત માઈલેજ આપી શકે છે. આજે એવા જ કેટલાક કામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો શિયાળા પહેલા કરી લો તો કાર ઉત્તમ માઈલેજ આપશે અને સમસ્યાઓથી પણ દૂર રહેશે.

એન્જિન પર લોડ વધારી શકે
શિયાળામાં, એન્જિન ઓઈલની જાડાઈ ઠંડા તાપમાનને કારણે એન્જિન પર તાણ લાવી શકે છે. યોગ્ય એન્જિન તેલનો ઉપયોગ કરવો જોઈએ. સમયાંતરે એને બદલતા રહેવું જોઈએ. ઓઈલ ફિલ્ટરને પણ સાફ કરવું જોઈએ જેથી એન્જિનને યોગ્ય લ્યુબ્રિકેશન મળે અને માઈલેજ પણ સારું રહે. ઓઈલ અંદરના પાર્ટને સતત એક્ટિવ રાખવાનું કામ કરે છે. જેના કારણે ગાડીને માર ઓછો પડે છે. ઘણી વાર લાંબા સમય સુધી ઓઈલને યુઝ કરતા એ કાળું પડી જાય છે. એ પહેલા એને બદલી દેવં જોઈએ.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ટાયરની કંડિશન
ઠંડા હવામાનમાં ટાયરનું દબાણ ઘટી શકે છે, જે માઇલેજને અસર કરે છે. શિયાળા પહેલા ટાયરનું પ્રેશર ઠીક કરો અને ટાયરની પકડ પણ તપાસો. જો ટાયર ખરાબ થઈ ગયા હોય, તો તેને બદલો જેથી તમારી કાર રસ્તા પર સારી પકડ જાળવી રાખે.શિયાળામાં રસ્તાઓ લપસણો હોઈ શકે છે, તેથી બ્રેક્સનું યોગ્ય કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. સલામતી સુનિશ્ચિત કરવા અને વાહનનું પર્ફોમન્સ જાળવવા માટે બ્રેક પેડ્સ, બ્રેક ફ્લુઇડ અને બ્રેક ડિસ્ક તપાસો અને જો જરૂરી હોય તો બદલો.