મેચ પહેલા અંગત દુશ્મનાવટ કાઢવા ઝેર આપ્યું, CCTVમાં કેદ થયો બનાવ
Chess Tournament In Russian: મેચ હારવાના ડરથી કોઈ વ્યક્તિ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે? રશિયામાં ચાલી રહેલી ચેસ ચેમ્પિયનશિપમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને વાંચીને તમને ભરોસો પણ નહીં આવે. જ્યાં મેચ પહેલા એક મહિલા ચેસ ખેલાડીએ પોતાના જ વિરોધીને ઝેર આપી દીધું હતું. જો કે, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલા ખેલાડીએ તેની અંગત અદાવતના કારણે તેના વિરોધી ખેલાડીને ઝેર આપવાનું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે.
સીસીટીવીમાં કેદ થયો આ બનાવ
રશિયાના મખાચકલામાં ચેસ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. આ દરમિયાન 40 વર્ષની અમીના અબકારોવાનો સામનો 30 વર્ષની ઉમાયગનત ઉસ્માનોવા સાથે થવાનો હતો. પરંતુ મેચ પહેલા જ અમીના અબકારોવાએ ઉમિગનત ઉસ્માનોવાના ચેસ બોર્ડ પર થર્મોમીટરથી ઝેર લગાવી દીધું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ પછી ઉમાયગનત ઉસ્માનોવા ખૂબ જ બીમાર થઈ ગઈ.
A chess tournament in the Russian republic of Dagestan took a dramatic turn when a player was accused of poisoning her opponent with mercury.
Amina Abakarova approached her opponent's table before the start of the match and spilled mercury near the chessboard. pic.twitter.com/vh2YpVmpDU
— UNITED24 Media (@United24media) August 7, 2024
આ પણ વાંચો: સિલ્વર જીત્યા બાદ નીરજ ચોપરાના ઘરે ઉજવણી, માતાએ કહી આ વાત
અમીના અબકારોવાએ પોતાનો ગુનો કબૂલી લીધો
અમીના અબકારોવાએ પણ તેના વિરોધી ખેલાડી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવાના આરોપની કબૂલાત કરી હતી. આરોપી ખેલાડીએ કહ્યું કે ઉમાયગનત ઉસ્માનોવાએ તેને એક પ્રાદેશિક સ્પર્ધામાં હરાવી હતી, ત્યારબાદ તેણે ઉમાયગનત ઉસ્માનોવાને તેની પીઠ પાછળ તેના વિશે ખરાબ બોલતા સાંભળ્યું હતું. જે તેને બિલકુલ પસંદ નહોતું. બીજી તરફ, ઉમાયગનત ઉસ્માનોવાએ હવે અમીના અબકારોવાને સખત સજાની માંગ કરી છે.