December 10, 2024

ઝીનત અમાને આ શું કહી દીધું? લગ્ન પહેલાં કપલે લિવ-ઇનમાં રહેવું પાપ…!

મુંબઈ: 80ના દાયકાની બોલીવુડની ટોચની હિરોઇન ઝીનત અમાન ઇન્સ્ટાગ્રામ પર કંઇક ને કંઇક પોસ્ટ કરી રહે છે. જે બાદ તે પોસ્ટ વાયુવેગે વાયરલ થઇ જાય છે. તેની તાજેતરની પોસ્ટમાં, પીઢ અભિનેત્રીએ લિવ-ઇન રિલેશનશીપ વિશે એવી વાત કરી કે તેનું નિવેદન મિનિટોમાં વાયરલ થઈ ગયું. અભિનેત્રીએ રિલેશનને લઇને સલાહ આપી છે.

લિવ-ઈનમાં રહેવું એ પાપ
ઝીનત અમાને તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું- ‘તમારામાંથી કોઈએ મને કમેન્ટ સેક્શનમાં સંબંધો અંગે સલાહ આપવા કહ્યું હતું. જો તમે સંબંધ અંગે મારો અભિપ્રાય જાણવા માગો છો, તો હું તમને કહીશ કે લગ્ન પહેલાં તમારે કોઈપણ કિંમતે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)

લિવ-ઇન શા માટે જરૂરી છે?
પોતાની પોસ્ટમાં ઝીનતે આગળ જણાવ્યું છે કે લગ્ન પહેલા લિવ-ઈન કેમ જરૂરી છે? અભિનેત્રીએ કહ્યું- ‘દિવસમાં થોડા કલાકો માટે પોતાને સુંદર દેખાડવું સરળ છે. પરંતુ શું તમે તેમની સાથે બાથરૂમ શેર કરી શકો છો? શું આપણે એકબીજાનો ગુસ્સો સહન કરી શકીએ? શું તમારે દરરોજ રાત્રિભોજન માટે શું ખાવું તે અંગે સંમત થવું જરૂરી છે?

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)

સમાજ ઘણી બાબતોને પાપ માને છે
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ‘તમારે સમજવું પડશે કે શું તમે એકબીજા માટે બનેલા છો. હું જાણું છું કે લગ્ન પહેલાં સાથે રહેવું એ સમાજમાં પાપ ગણાય છે, પણ પછી એ જ વાત સામે આવે છે. સમાજ ઘણી બધી બાબતોને પાપ ગણે છે. તમને જણાવી દઈએ કે, ઝીનત અમાને બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ડોન’, ‘હરે રામા હરે કૃષ્ણ’, ‘યાદો કી બારાત’, ‘ધરમવીર’, ‘દોસ્તાના’, ‘હીરા પન્ના’ અને ‘લવારિસ’ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.