July 2, 2024

આવતા અઠવાડિયે આ IPO માટે તૈયાર રહેજો

IPO: આવતા અઠવાડિયે બે નવા IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. આ IPO મેનબોર્ડ માટે નથી, પરંતુ એસએમઈ સેગમેન્ટમાં બંન્ને IPOના રોકાણકારો મોટો નફો મેળવી શકે છે. મહત્વનું છેકે, બંન્ને IPO પ્રઈસ બેન્ડ 100 રૂપિયાથી પણ ઓછો છે. એક આઈપીએના પ્રાઈસ 60 રુપિયાથી ઓછો છે. આમ તો આ અઠવાડિયામાં લગભગ 9 કંપનીઓ શેરબજારમાં ડેબ્યૂ કરશે. મહત્વનું છેકે, છેલ્લા ઘણા સમયથી માર્કેટ ગગડી રહ્યું છે. તેવામાં નવી કંપનીઓ શેરમાર્કેટમાં લિસ્ટ થઈ રહી છે.

ચાથા ફૂડ્સનો IPO
ચાથા ફૂડ્સનો SME IPO 19 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 21 માર્ચે બંધ થશે.
ચાથા ફૂડ્સ IPOની કિંમત પ્રતિ શેર રૂ. 53-56 વચ્ચે છે.
ચાથા ફૂડ્સ IPOની લોટ સાઈઝ 2,000 શેર રાખવામાં આવી છે.
જો બધું બરાબર અને શેડ્યૂલ મુજબ થાય, તો ચાથા ફૂડ્સ IPOની ફાળવણી તારીખ 26 માર્ચ, 2024 હશે.
ચાથા ફૂડ્સ IPO ની અંદાજિત લિસ્ટિંગ તારીખ 27 માર્ચ, 2024 છે.
ચાથા ફૂડ્સ IPOમાં રોકાણની લઘુત્તમ રકમ રૂ. 1,12,000 છે.
ચાથા ફૂડ્સ IPOનું ફાળવણી આરક્ષણ QIP માટે 50 ટકા, રિટેલ રોકાણકારો માટે 35 ટકા અને NNI માટે 15 ટકા રાખવામાં આવ્યું છે.
ચાથા ફૂડ્સમાં એકત્ર કરાયેલી મૂડીનો ઉપયોગ ઉત્પાદન સુવિધા સ્થાપવા અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

વિશ્વાસ એગ્રી સીડ્સનો IPO
વિશ્વાસ એગ્રી સીડ્સ 21 માર્ચે SME સેગમેન્ટમાં તેનો IPO લોન્ચ કરવા માટે તૈયાર છે, જેનું સબસ્ક્રિપ્શન 26 માર્ચે બંધ થશે.
વિશ્વાસ એગ્રી સીડ્સ IPO ની પ્રાઇસ બેન્ડ 86 રૂપિયા પ્રતિ શેર છે.
વિશ્વાસ એગ્રી સીડ્સ આઈપીઓની લોટ સાઈઝ 1600 શેર છે.
વિશ્વાસ એગ્રી સીડ્સ IPOની ફાળવણીની તારીખ 27 માર્ચ, 2024 રાખવામાં આવી છે.
વિશ્વાસ એગ્રી સીડ્સ IPOની લિસ્ટિંગ તારીખ 1 એપ્રિલ, 2024 છે.
વિશ્વાસ એગ્રી સીડ્સ IPO: ન્યૂનતમ રોકાણ રકમ રૂ 1,37,600 છે.
વિશ્વાસ એગ્રી સીડ્સ IPO ની ફાળવણી છૂટક રોકાણકારો માટે 50 ટકા અને NNI માટે 50 ટકા રાખવામાં આવી છે.

ઓમ્ફર્ન ઇન્ડિયા એફપીઓ
ઓમ્ફર્ન ઇન્ડિયા FPO 20 માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 22 માર્ચ, 2024ના રોજ બંધ થશે. SME IPO એ રૂ. 27 કરોડનો બુક બિલ્ટ ઈશ્યુ છે અને સંપૂર્ણ 36 લાખ શેરનો નવો ઈશ્યુ છે. ઓમ્ફર્ન ઇન્ડિયા FPO ની પ્રાઇસ બેન્ડ 71 થી 75 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ એ ઓમ્ફર્ન ઇન્ડિયા એફપીઓની બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.