IPL 2025 વચ્ચે BCCIએ કોચની ભરતી બહાર પાડી, , અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો

IPL 2025: આઈપીએલ ચાલી રહી છે. ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ટોટલ 7 મેચ રમાઈ ગઈ છે. આજે 8મી મેચ CSK vs RCB વચ્ચે રમાવાની છે. આ વચ્ચે એક મહત્વની માહિતી સામે આવી છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પિન બોલિંગ કોચ માટે અરજીઓ મંગાવી છે. બોર્ડે પ્રેસ રિલીઝમાં માહિતી આપી છે કે રસ ધરાવતા ઉમેદવારો 10 એપ્રિલ 2025 ના રોજ સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકે છે.
આ પણ વાંચો: IPL 2025: સારા અલી ખાન લગાવશે ઠુમકા, આ મેચમાં પરફોર્મ કરશે
સ્પિન બોલિંગ કોચની જવાબદારીઓ શું હશે?
સ્પિન બોલિંગ કોચની જવાબદારીની વાત કરવામાં આવે તો તમામ કોચિંગ કાર્યક્રમોનું આયોજન અને પ્રદર્શનની દેખરેખ રાખવાની રહેશે. ક્રિકેટ ટીમો માટે તાલીમ સત્રોનું આયોજન અને અમલીકરણ કરવાનું રહેશે. ખેલાડીઓના ટેકનિકલ કોચિંગ અને તેમના વ્યક્તિગત પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. તેની સાથે સાથે સ્પિન બોલરોની શોધ કરવી અને તેમની પ્રતિભા વિકસાવવા માટે કામ કરવાનું રહેશે. જે કોઈને અરજી કરવી હોય તેમણે છેલ્લા 7 વર્ષમાં ઓછામાં ઓછા 3 વર્ષ કોચિંગ કર્યું હોવું જોઈએ.આ પદ માટે ફક્ત તે જ અરજી કરી શકે છે જેમને ફર્સ્ટ ક્લાસમાં ઓછામાં ઓછા 75 મેચનો અનુભવ હોય. BCCI COE લેવલ 3 પર્ફોર્મન્સ કોચ માટે 3 વર્ષનો કોચિંગ ટ્રેક રેકોર્ડ હોવો જરૂરી છે.