November 23, 2024

BCCIએ ટીમ ઈન્ડિયાના 2024-25ના સ્થાનિક સિઝનના શેડ્યૂલમાં કર્યો મોટો ફેરફાર

Team India Full Schedule 2024-25 Update: બીસીસીઆઈ એ ભારતીય ક્રિકેટ ટીમની 2024-25ના સ્થાનિક સિઝનના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર સાથે ગ્વાલિયરને 14 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચની યજમાની કરવાની તક મળી છે. આ ટી-20 મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરે રમાશે. આ સાથે 25 જાન્યુઆરી 2025ના રોજ કોલકાતામાં રમાનાર ઈંગ્લેન્ડ સામેની મેચ સુરક્ષાના કારણોસર 22 જાન્યુઆરીએ શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે ચેન્નાઈમાં 22મી જાન્યુઆરીએ રમાનારી મેચ 25મીએ રમાશે. ચાલો જાણીએ 2024-25 માટે ભારતીય ક્રિકેટ ટીમનું અપડેટ શેડ્યૂલ.

પ્રજાસત્તાક દિવસના કારણે ફેરફારો કરવામાં આવ્યા
ખરેખરમાં અગાઉ ભારત અને બાંગ્લાદેશ શ્રેણીની પ્રથમ ટી-20 મેચ ધર્મશાલામાં રમાવાની હતી પરંતુ ડ્રેસિંગ રૂમના નવીનીકરણને કારણે આ મેચને ગ્વાલિયરના માધવ રાવ સિંધિયા સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. આ પહેલા 14 વર્ષ પહેલા છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ગ્વાલિયરમાં રમાઈ હતી, જ્યારે સચિન તેંડુલકરે દક્ષિણ આફ્રિકા સામે પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. જ્યારે બીજો ફેરફાર કોલકાતા પોલીસની સુરક્ષાની ચિંતાઓને કારણે કરવામાં આવ્યો છે. કોલકાતા પોલીસ અને બંગાળ એસોસિએશને ગણતંત્ર દિવસના કારણે સ્થળ બદલવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: શું તમારું બાળક ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ વીડિયો જોઈ રહ્યું છે? આ સિક્રેટ સેટિંગથી કરો કંટ્રોલ

ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ 2024-25 અપડેટ

  • 16 થી 20 ઓક્ટોબર 2024 – ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી ટેસ્ટ, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
  • 24 થી 28 ઓક્ટોબર 2024 – ભારત વિ ન્યુઝીલેન્ડ, બીજી ટેસ્ટ, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે
  • 1 થી 5 નવેમ્બર 2024 – ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી ટેસ્ટ, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  • 22 થી 26 નવેમ્બર 2024 – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, પ્રથમ ટેસ્ટ, પર્થ સ્ટેડિયમ, પર્થ
  • 6 થી 10 ડિસેમ્બર 2024 – ઓસ્ટ્રેલિયા વિ ભારત, બીજી ટેસ્ટ, એડિલેડ ઓવલ, એડિલેડ
  • 14 થી 18 ડિસેમ્બર 2024 – ઓસ્ટ્રેલિયા વિ ભારત, ત્રીજી ટેસ્ટ, ધ ગાબા, બ્રિસ્બેન
  • 26 થી 30 ડિસેમ્બર 2024 – ઓસ્ટ્રેલિયા વિ ભારત, ચોથી ટેસ્ટ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન
  • 3 થી 7 જાન્યુઆરી 2025 – ઓસ્ટ્રેલિયા વિ ભારત, પાંચમી ટેસ્ટ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની
  • 22 જાન્યુઆરી 2025 – ભારત વિ ઈંગ્લેન્ડ, 1લી T20, ઈડન ગાર્ડન્સ, કોલકાતા
  • 25 જાન્યુઆરી 2025 – ભારત વિ ઈંગ્લેન્ડ, બીજી T20, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
  • 28 જાન્યુઆરી 2025 – ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ત્રીજી T20, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, રાજકોટ
  • 31 જાન્યુઆરી 2025 – ભારત વિ ઈંગ્લેન્ડ, 4થી T20, મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે
  • 2 ફેબ્રુઆરી 2025 – ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 5મી T20, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  • 6 ફેબ્રુઆરી 2025 – ભારત વિ ઈંગ્લેન્ડ, 1લી ODI, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર
  • 9 ફેબ્રુઆરી 2025 – ભારત વિ ઈંગ્લેન્ડ, બીજી ODI, બારાબતી સ્ટેડિયમ, કટક
  • 12 ફેબ્રુઆરી 2025 – ભારત વિ ઈંગ્લેન્ડ, ત્રીજી ODI, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ