BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, PBKS vs DC મેચ પર લીધો આ મોટો નિર્ણય

PBKS vs DC Rematch: પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને IPL 2025 મુલતવી રાખવામાં આવી હતી. ધર્મશાલામાં રમાઈ રહેલી ચાલુ મેચ બંધ કરી દેવામાં આવી હતી. આ સમયે પંજાબની ટીમ બેટિંગ કરી રહી હતી. જ્યારે આ મેચને રોકવામાં આવી હતી આ સમયે સ્કોર 10.1 ઓવરમાં 122 હતો. આ મેચ પંજાબની ટીમ જીતી ગઈ હોત તો પંજાબની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. આ પછી હવે BCCI નવા શેડ્યુલની જાહેરાત કરી છે. જેમાં પંજાબની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આવો જાણીએ કેમ.

આ પણ વાંચો: સચિન તેંડુલકરનો આ મહાન રેકોર્ડ તૂટતા બચી ગયો!

PBKS vs DC વચ્ચે ફરી રમાશે મેચ
લોકોને સવાલ એ થઈ રહ્યો હતો કે ચાલુ મેચ PBKS vs DCને રોકી દેવામાં આવી હતી. હવે ફરીથી રમાશે કે પછી જ્યારથી મેચ અટકી હતી ત્યાથી શરું કરવામાં આવશે. પરંતુ હવે બીસીસીઆઈનો નિર્ણય આવ્યો છે. જેમાં આ મેચ ફરીથી રમાશે. પહેલા બોલથી આ મેચ રમાશે. પંજાબની ટીમ માટે આ મોટો ઝટકો છે. કેમ કે જે મેચ અધ્ધ વચ્ચે અટકી ગઈ હતી તે મેચમાં પંજાબ વિનર જોવા મળી રહ્યું હતું. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવે પંજાબની ટીમને પણ નુકસાન કરાવી દીધું છે.