BCCIએ શ્રેયસ ઐયરને દંડ ફટકાર્યો, CSK સામેની મેચમાં આ કરી મોટી ભૂલ

Shreyas Iyer: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં તેણે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ પછી ઐય્યરને હવે BCCI તરફથી દંડ ફટકારવામાં આવ્યો હતો. આવો જાણીએ કે કેમ તેને દંડ ફટકારવામાં આવ્યો.

આ પણ વાંચો: IPL 2025: જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન કેમ અને કોના પર ગુસ્સે થઈ?

BCCIએ શ્રેયસ પર 12 લાખનો દંડ ફટકાર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પંજાબ નિર્ધારિત સમય કરતાં લગભગ 2 ઓવર મોડી હતી. જેના કારણે 19મી ઓવર શરૂ થાય તે પહેલાં સર્કલની અંદર એક વધારાનો ફિલ્ડર રાખવી પડે. BCCI દ્વારા શ્રેયસ ઐયરને 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. આ સિઝનમાં ઐયરની આ પહેલી ભૂલ હતી જેના કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે IPL 2025માં શ્રેયસ ઐયરે 10 મેચમાં 360 રન બનાવ્યા હતા.