July 2, 2024

BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમ આવશે ભારત

Team India Schedule 2024-25:  ભારતીય ટીમનું શિડ્યુલની જાહેરાત થઈ ગઈ છે. હાલ ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ ભારતની મુલાકાતે જઈ રહી છે. આ વચ્ચે બીસીસીઆઈ દ્વારા તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ – 19-23 સપ્ટેમ્બર 2024, ચેન્નાઈમાં
બીજી ટેસ્ટ – 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2024, કાનપુરમાં

T20 સિરીઝ
1લી T20- 6 ઓક્ટોબર 2024, ધરમશાલામાં
બીજી T20- 9 ઓક્ટોબર 2024, દિલ્હીમાં
3જી T20- 12 ઓક્ટોબર 2024, હૈદરાબાદમાં

ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ
ટેસ્ટ શ્રેણીની
પ્રથમ ટેસ્ટ- 16-20 ઓક્ટોબર 2024, બેંગલુરુમાં
બીજી ટેસ્ટ- 24-28 ઓક્ટોબર 2024, પુણેમાં
ત્રીજી ટેસ્ટ- 1-5 નવેમ્બર 2024, મુંબઈમાં

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ
T20 શ્રેણીની
પ્રથમ T20 – 22 જાન્યુઆરી 2025, ચેન્નાઈમાં
બીજી T20 – 25 જાન્યુઆરી 2025, કોલકાતામાં
ત્રીજી T20 – 28 જાન્યુઆરી 2025, રાજકોટમાં
ચોથી T20 – 31 જાન્યુઆરી 2025, પુણેમાં
પાંચમી T20 – 2 ફેબ્રુઆરી 2025, મુંબઈમાં

ODI શ્રેણી
1લી ODI – 6 ફેબ્રુઆરી 2025, નાગપુરમાં
2જી ODI – 9 ફેબ્રુઆરી 2025, કટકમાં
ત્રીજી ODI – 12 ફેબ્રુઆરી 2025, અમદાવાદમાં

આ પણ વાંચો: T20 World Cup 2024: ટીમ સુપર-8માં ન પહોંચતા આ ખેલાડીએ કેપ્ટન પદ છોડી દીધું

ભારતની મુલાકાતે
ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ભારતના પ્રવાસે જવાની છે. પ્રથમ મેચ 16મી ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે. આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડની ટીમ ભારતની મુલાકાત આવશે. જેમાં આ સીરીઝમાં 5 T20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ ODI મેચ રમાશે. પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીથી ચેન્નાઈમાં રમાશે.બાંગ્લાદેશની ટીમ આ વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે આવવાની છે. આ શ્રેણીમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.