January 5, 2025

બાંગ્લાદેશ: જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી ફગાવી

Bangladesh: હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બાંગ્લાદેશની જેલમાં બંધ છે. ગુરુવારે ચટગાંવ મેટ્રોપોલિટન સેશન્સ જજની કોર્ટમાં તેના જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેના જામીન ફગાવી દીધા હતા. આ મામલે કોર્ટમાં 30 મિનિટ સુધી સુનાવણી થઈ. જેમાં કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા હતા. તેનો અર્થ સ્પષ્ટ છે કે ચિન્મય દાસે વધુ સમય જેલમાં વિતાવવો પડશે. અગાઉ 11 ડિસેમ્બરે બાંગ્લાદેશની એક અદાલતે પ્રક્રિયાગત ખામીઓને કારણે દાસની પ્રાથમિક જામીન અરજી ફગાવી દીધી હતી.

ચિન્મય દાસના વકીલની ખરાબ તબિયતના કારણે તેમની જામીન અરજી પર સુનાવણીમાં 11 વકીલોએ ભાગ લીધો હતો. કોલકાતા ઇસ્કોનના વીપી રાધા રમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. આપણે જાણીએ છીએ કે આખી દુનિયા આ જોઈ રહી હતી. બધાને આશા હતી કે નવા વર્ષમાં ચિન્મય પ્રભુને આઝાદી મળશે. પરંતુ 42 દિવસ બાદ પણ આજે સુનાવણીમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારે ખાતરી કરવી જોઈએ કે તેમને ન્યાય મળે.

વકીલ સુનાવણીમાં હાજર રહ્યા ન હતા
એડવોકેટ ચિન્મય કૃષ્ણ દાસને છાતીમાં દુખાવાને કારણે મંગળવારે સાંજે કાર્ડિયોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારિરીક બિમારીના કારણે તેઓ 2 જાન્યુઆરીના રોજ ચિટગાંવ કોર્ટમાં રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ ચિન્મય કૃષ્ણની સુનાવણીમાં હાજર રહ્યા ન હતા.