બનાસકાંઠામાં વરસાદી માહોલ, ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયાં
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે. ડીસા પંથકમાં પોણો ઇંચ વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ડીસા તાલુકાના રામપુરા ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તેનાથી મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
જિલ્લામાં ગત વર્ષ કરતાં સરેરાશ વાવેતર ઓછું થયું છે. કારણ કે વરસાદની ખેંચ છે અને જેને કારણે વાવેતર ઓછું થયું છે. ત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ચાર દિવસ અગાઉ પડેલા વરસાદ બાદ રામપુરાના ખેડૂતે વાવેતર કર્યું હતું અને મગફળીનું આ વાવેતરમાં ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. જેથી ખેડૂતને અંદાજિત 80 હજારથી વધુનું નુકસાન થયું છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં કેનાલના રિનોવેશનમાં હલકી ગુણવત્તાનું કામકાજ હોવાથી ખેડૂતોએ કામ અટકાવ્યું
ખેતરમાં પાણી ભરાવવાથી વાવેતર કરેલો પાક કોઈ કામનો રહેતો નથી અને જેને લીધે નુકસાન થાય છે. પરંતુ બનાસકાંઠામાં આજે વરસાદની ઘટ છે અને ખેડૂતો પણ હાલ તો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે પોણા ઇંચ વરસાદમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે વધુ વરસાદ પડે છે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધશે.