November 22, 2024

મતદાન મથકે ‘ગુલાબ’નું ‘સ્વરૂપ’ બદલાયું, દૂરથી કોણે કોને કહ્યું રામ-રામ

Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન થઇ રહ્યું છે. જ્યારે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ મોરીખા ગામે પહોંચ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારના બીજેપીના ઉમેદવારને છેટેથી રામ રામ કરતાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લબાવ્યો પરંતુ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો.

બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત મતદાન વચ્ચે મોરીખા ગામે પહોંચ્યા હતા. ત્યારે બન્ને ઉમેદવાર એકબીજાને સામ સામે હાથ જોડી રામ રામ કરતા જોવા મળ્યા છે. બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લબાવ્યો પરંતુ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને ગુલાબસિંહ ‘ગુલાબ’ ખીલશે આવું કહી હરખાતા નજરે પડ્યા હતા. તેમજ ગુલાબસિંહે કહ્યું કે ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે.

આ પણ વાંચો: કમળ અને અપક્ષ પર ‘ગુલાબ’ પડશે ભારે, કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે – ગુલાબ સિંહ

ઉલ્લેખનીય છે કે, વાવ બેઠક પર વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. આ વચ્ચે બીજેપી અને કોંગ્રેસ નેતા દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. બન્ને દ્નારા જીત માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે ગુલાબ સિંહે કહ્યું હતું કે કમળ અને અપક્ષ પર ‘ગુલાબ’ ભારે પડશે. તેમજ કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે. તો બીજેપી ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગત વખતની હાર પર બોલતા સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું છે કે ગત ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈ હતી. ગત ચૂંટણીમાં હું નવો ચહેરો હતો. સમય ઓછો હોવાના લીધે ક્યાંક લોકો સુધી પહોંચી શક્યા નહોતા.