બનાસકાંઠામાં સગર્ભા મહિલાઓને સહાય ન આપવાના કૌભાંડનો પર્દાફાશ, PMVY-નમોશ્રી યોજના કાગળ પર

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ સરકારના વાયદા એની વાતોમાં સમાઈ જાય છે. ખરા અર્થમાં જે જાહેરાતો થાય છે તેનો લાભ તો મળતો જ નથી અને આવું જ કૌભાંડ બનાસકાંઠામાં સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની પીએમવીવાય અને નમોશ્રી યોજનાના જે સગર્ભા મહિલાઓનો આ લાભ માત્ર કાગળ ઉપર જ છે. બનાસકાંઠામાં એવી અનેક મહિલાઓને આ લાભ નથી મળ્યા.

પાલનપુર, અમીરગઢ અને વડગામ જેવા વિસ્તારોમાં મહિલાઓ કહી રહી છે કે, ત્રણ વર્ષ અથવા ચાર વર્ષ થવા છતાં તેમણે આ યોજનાનો લાભ મળ્યો નથી. તો આરોગ્ય વિભાગ પાસે બહાનું છે કે, તેમના આધાર લિંક ન હોવાને કારણે તેમને આ લાભ મળી શક્યો નથી. ત્યારે જો આધાર લિંક ન હોય તો આરોગ્ય વિભાગની જવાબદારી છે કે તે લાભાર્થી મહિલાઓને માહિતગાર કરી અને તેમના લાભ અપાવે પરંતુ આમાં મસ્ત મોટા કૌભાંડની આશંકા છે.

સગર્ભા મહિલાઓ માટે સરકારની પીએમવીવાય અને નમોશ્રી યોજનાઓ છે, જે સગર્ભા મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન 12 હજાર રૂપિયાની સહાય કરે છે. જો કે, જ્યારે મહિલા સગર્ભા થાય ત્યારે તેનું મમતા કાર્ડ બનાવવામાં આવે છે અને આશા વર્કર દ્વારા ફોર્મ ભરવામાં આવે છે. મમતા કાર્ડમાં તેમની નિયમિત ચકાસણીની વિગતો લખવાની હોય છે. ત્યારે આ મહિલાને મમતા કાર્ડને આધારે સગર્ભા મહિલાને તેની સહાય મળતી હોય છે, પરંતુ બનાસકાંઠામાં વાત કંઈક અલગ છે.

સરકારી યોજના તો જાહેર કરી છે તેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. તેમાં અનેક એવી મહિલાઓ છે જે આ સરકારની યોજનાથી વંચિત રહી છે. ત્યારે જે પ્રકારે આ સગર્ભા મહિલાઓ ડોક્યુમેન્ટ્સ, ફોર્મ અને વિગતો તમામ આપે તો છ. પરંતુ ત્રણ અથવા ચાર વર્ષ થયા હોવા છતાં પીએમવીવાય અને નમો શ્રી યોજનાની સહાય મળે છે, તેનાથી સગર્ભા મહિલાઓ વંચિત છે. ત્યારે આશાવર્કર, તાલુકા હેલ્થ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી કયા પ્રકારનો વહીવટ કરે છે તે સમજાતું નથી. અનેકવાર આ સગર્ભા મહિલાઓએ રજૂઆત પણ કરી છે કે, તેમના ખાતામાં પૈસા નથી આવ્યા. ત્યારે લાગી રહ્યું છે કે, પીએમવીવાય અને નમોશ્રી યોજનામાં જો તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે.

એક તરફ સગર્ભા મહિલાઓ કહી રહી છે કે, તેમને સહાય નથી મળી. તો બીજી તરફ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે, 15 હજાર જેટલી મહિલાઓને આ સહાય અપાઈ છે. ત્યારે આરોગ્ય વિભાગ સામે સવાલ ઊભા થાય છે કે, અનેક મહિલાઓ આ સહાયથી વંચિત છે.

આરોગ્ય વિભાગનું કહેવું છે કે, તેમના આધાર કાર્ડ લિંક નથી. જો આધાર કાર્ડ લિંક ન હોય તો તેમાં ભૂલ કોની છે. કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા તેની સમજણ અને તેની સગવડ કરવામાં આવી નથી. પરંતુ આ તો માત્ર વાતો છે સરકાર સહાય તો આપે છે પરંતુ આ સહાય લાભાર્થીઓને નથી મળી તો ગઈ ક્યાં તે એક સવાલ છે. સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને તેમાંથી જો દોષિત હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓને પણ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ.