ડીસામાંથી LCBએ મેચનો સટ્ટો રમતા 8 લોકો ઝડપ્યાં

બનાસકાંઠાઃ ડીસાની દીપ રેસિડેન્સી સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા છે. બનાસકાંઠા LCB પોલીસે IPL મેચનો સટ્ટો રમતા શખ્સો ઝડપી પાડ્યા છે. ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ પર જુગાર રમતા હતા.
પોલીસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસે લેપટોપ, મોબાઈલ સહિત કુલ 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રિકેટ મેચનો સટ્ટો રમતા શખ્સોને તાલુકા પોલીસ ખાતે લાવવામાં આવ્યા છે.
આરોપીઓના નામ
1. વીર દીપ ઠક્કર
2. વિક્રમ ચૌહાણ
3. રણજીત કુમરેચા
4. ભાવસિંહ સોલંકી
5. કરશન ચૌહાણ
6. રાહુલ પરમાર
7. રાજેશ ચૌહાણ
8. રાજેશ ઠાકોર