December 23, 2024

ત્રણ ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારો, અંબાજી-દાંતા હાઇવેની ઘટના

અંબાજીઃ અંબાજી-દાંતા રોડ પર યાત્રાળુઓની બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર આ પ્રકારની ઘટના બને છે. વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી મહેસાણા પરત ફરી રહ્યા હતા. તે સમયે પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાને કારણે લક્ઝરી બસને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આ પથ્થરમારામાં ત્રણ ખાનગી લક્ઝરી બસના કાચ ફૂટ્યાં છે. લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી દાંતા પહોંચ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અવારનવાર અંબાજી-દાંતા માર્ગ પર પથ્થરમારાની ઘટનાઓ બને છે.