ફિટ રહેવા માટે આ રીતે સેટ કરો તમારી ડાયટ, વજન તો વધવાનું નામ નહીં લે

Balanced Diet Chart: આજના ઝડપી જીવનશૈલીમાં મોટાભાગના લોકો બહારનું જંક ફૂડ પસંદ કરે છે. સતત બહારના ખોરાકનું સેવન શરીર માટે હાનિકારક બની શકે છે. મેદસ્વીપણું, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી બચવા માટે, સ્વસ્થ અને સંતુલિત આહાર અપનાવવો જરૂરી છે. આવો, જાણીએ કે સ્વસ્થ રહેવા માટે તમારી આહાર યોજના કેવી હોવી જોઈએ?
આ પણ વાંચો: ત્રીજી ODI પહેલા જય શાહે કરી મોટી જાહેરાત, અમદાવાદમાં થશે ખાસ કાર્યક્રમ
તમે આ રીતે આહાર યોજના રાખી શકો
તમે સવારે ઉઠતાની સાથે જ બે ગ્લાસ ગરમ પાણી પીવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી ગ્રીન ટી કે તુલસી-આદુની ચા લો . નાસ્તામાં ઓટ્સ કે વેજીટેબલ ઓટ્સ ખાઓ. નાસ્તા અને ભોજનની વચ્ચે 5-10 બદામ ખાવાનું રાખો અને ખાંડ વગરની ગ્રીન ટી પીઓ. ત્યાર પછી બપોરે જમવામાં બે રોટલી, એક વાટકી બ્રાઉન રાઈસ, દાળ અને વધુમાં વધુ સલાડ ખાવાનું ટ્રાય કરો. સાંજની હલકી ભૂખ માટે સૂપ કે ગ્રીન ટી પીવી, જેથી તમારી ઉર્જા જળવાઈ રહે. રાત્રે હળવું જ ખાવાનું રાખો – વેજીટેબલ સૂપ, તાજું સલાડ અને પપૈયું કે બીજું પાચનપ્રેરક ફળ, જેથી પેટ પણ હળવું રહે અને ઊંઘ પણ સારી આવે.