બાજરાની ઈડલી ખાધી છે? આ રીતથી બનાવશો તો ટેસ્ટ યાદ રહી જશે
Bajra Idli Recipe: લોકો શિયાળામાં બાજરીમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. તો તમારા માટે બાજરાના લોટની ઈડલીની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કે બાજરાની ઈડલી કેવી રીતે બને છે.
બાજરી ઈડલી માટેની સામગ્રી
1 કપ છાશ, 1 કપ બાજરી, 1 ચમચી કાળા મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું
બાજરીની ઇડલી કેવી રીતે બનાવશો
સ્ટેપ 1: બાજરીની ઈડલી બનાવવા માટે તમારે બાજરીનો લોટ લેવાના રહેશે. હવે તમારે તેમાં છાશ ઉમેરવાની રહેશે. તેને તમારે 2 કલાક સુધી પલાળી રાખવાનું રહેશે. આ પછી તમારા સ્વાદ પ્રમાણે તમારી મરી અને મીઠું નાંખો. આ પછી તમારે તેમાં ઈનો ઉમેરવાનો રહેશે. હવે તમારે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે.
આ પણ વાંચો: માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ
સ્ટેપ 2: આ પછી ઈડલી બનાવવાનું વાસણ લો. હવે તમારે તેમાં આ બેટર ભરવાનું રહેશે. આ ઈડલીને લગભગ 10-12 મિનિટ પકાવો. ઈડલીને વાસણમાંથી કાઢીને ઠંડી થવા દો. આ પછી આ પૌષ્ટિક ઈડલીને તમારી મનપસંદ ચટણી સાથે ખાઓ.