December 25, 2024

Flipkartના ઓનલાઈન સેલમાં મળશે Bajajની બાઈક

Bajaj Motorcycles: આપણા દેશમાં બાઈક લવર્સની સંખ્યા લાખોમાં છે. જ્યારે ઓટો માર્કેટમાં પણ બાઈક ખૂબ જ પોપ્યુલર રહે છે. જેમાં બજાજ પલ્સર, પ્લેટિના અને બજાજ ડોમિનાર જેવી બાઈક સતત ડિમાંડમાં રહે છે. કંપનીએ હવે આ બાઈક્સનું વેચાણ વધારવા માટે એક મોટું એલાન કર્યું છે. બજાજ બાઈક્સની મોટી રેન્જ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર જોવા મળશે. એટલું જ નહીં એનો ઓર્ડર પણ કરી શકાશે. જેમાં 100 સીસીથી લઈને 400 સીસીની બાઈકનો સમાવેશ થાય છે.

ઓનલાઈન ઓર્ડરથી બાઈક મળશે
ટૂંકમાં હવે ગ્રાહકો ઓનલાઈન ઓર્ડર કરીને બાઈક પણ મંગાવી શકે છે. જેમાં પલ્સર, ડોમિનાર, એવેંજર, પ્લેટિના અને સિટી જેવી બાઈકનો સમાવેશ થાય છે. જોકે, શરત એ છે કે, શરૂઆતના સમયમાં માત્ર 25 જ શહેરમાં આ સેવા શરૂ કરવામાં આવશે. પછી કંપની શહેરીની યાદીને અપગ્રેડ કરશે. બજાજ ઓટોના અધિકારી સારંગ કનાડે જણાવ્યું હતું કે, બાઈકની મોટી રેન્જને ઓનલાઈન કરીને માત્ર રીચ જ નથી વધારી પણ ગ્રાહકોને ઝડપથી ખરીદી અને થોડી કંફન્ટનો અનુભવ કરવાનો મોકો આપ્યો છે. આ સુવિધા ઓમની ચેનલ સ્ટ્રેટજીની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જે એ નક્કી કરે છે કે, આપણી પ્રોડક્ટ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે આપણા ગ્રાહકો સુધી પહોંચે છે.

આ પણ વાંચો: કાર અને બાઈક બાદ હવે માર્કેટમાં આવ્યું BMWનું ઈ સ્કૂટર, ફીચર્સ છે જોરદાર

ભાવ વધારો કે ઘટાડો?
અમે અમારા ગ્રાહકોને એક નવી સર્વિસ આપવા માગીએ છીએ. બજાજે ભારતમાં પહેલી સીએનજી બાઈક 125 લૉંચ કરી છે. જોકે, હજુ સુધી કંપનીએ ફ્રિડમ 125 બાઈક ઓનલાઈન મળશે કે નહીં એ અંગે ખાસ કોઈ સ્પષ્ટતા કરી નથી. જ્યાં સુધી ભારતીય ઓટો માર્કેટની વાત છે ત્યાં સુધી આવનારા દિવસોમાં બાઈકની રેન્જ વધવાની છે. ખાસ કરીને ફીચર્સમાં કોઈ મોટો વધારો આવી શકે છે. જ્યારે પણ કોઈ નવી બાઈક માર્કેટમાં આવે છે ત્યારે એના દરેક ફિચર્સ પર મસમોટી ચર્ચા થાય છે. પણ ઓટો માર્કેટમાં વધી રહેલા ભાવને કારણે આગામી દિવસોમાં હજું પણ ભાવ વધવાની ચોક્કસ શકયતાઓ રહે છે. હવે બજેટ બાદ કોઈ ટેક્સમાં રાહત મળે તો ભાવમાં ચોક્કસથી ઘટાડો થઈ શકે છે.