November 25, 2024

બાબા તરસેમ સિંહ હત્યાકાંડના આરોપીનું એન્કાઉન્ટર

Baba Tarsem Singh Murder Case: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં 28 માર્ચમાં શ્રીનામકમત્તા સાહિબ ગુરૂદ્વારા ડેરા કાર સેવાના પ્રમુખ બાબા તરસેમ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી અમરજીત સિંહને ઉત્તરાખંડ STF અને હરિદ્વાર પોલીસના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ ઘટના હરિદ્વારના ભગવાનપુર ક્ષેત્રના વિસ્તારમાં બની હતી.

આ અંગે જાણકારી આપતા DGP ઉત્તરાખંડ અભિનવ કુમારે કહ્યું કે, મોડી રાતે હરિદ્વારના ભગવાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટીએફ અને હરિદ્વાર પોલીસે સાથે મળીને એક એન્કાઉન્ટર કર્યું છે. જેમાં બાબા તમસેરની હત્યાનો મુખ્ય આરોપી અમરજીત સિંહને મારવામાં સફળતા મળી છે. જ્યારે તેનો બીજો સાથી ભાગી ગયો છે. મહત્વનું છે કે અમરજીત સિંહ પણ અનેક કેસ નોંધાયેલા છે.

આ પહેલા રવિવારે પોલીસને બાબા તરસેમ સિંહની હત્યાનું ષડયંત્ર બનાવવના ત્રણ આરોપીઓ પરગટ સિંહ, જસપાલ સિંહ ભટ્ટી અને સુખદેવ સિંહ ગિલની ધરપકડ કરી હતી, પરંતુ બે મુખ્ય આરોપી અમરજીત સિંહ અને સરબજીત સિંહ ફરાર હતા. જે બાદ પોલીસે એ બંને પર 50 હજારનું ઈનામ જાહેર કર્યું.

આ પણ વાંચો: તેમની પાસે એક જ મંત્ર છે; જ્યાં સત્તા મળે ત્યાં મલાઈ ખાઓ: PM મોદી

બાબા તરસેમ સિંહ લાંબા સમયથી ઉધમસિંહ નગરના પ્રસિદ્ધ શ્રી નાનકમત્તા સાહિબ ગુરૂદ્વારાના કાર સેવકના પ્રમુખ તરીકે હતા. 28 માર્ચના સવારના જ્યારે બાબા તરસેમ સિંહ ગુરૂદ્વારાની બહાર ખુરશી પર બેઠા હતા. ત્યારે એક બાઈકમાં આવેલા બે લોકોએ તેમની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમરજીત સિંહ બાઈકમાં પાછળ બેઠો હતો અને તેણે જ બાબાને ગોળી મારી હતી. જ્યારે સરબજીત સિંહ બાઈક ચલાવી રહ્યો હતો. જે હાલ ફરાર છે.