October 28, 2024

અવધનરેશની નગરી 28 લાખ દીવાથી ઝળહળી ઉઠશે, દિવાળીએ બનશે ફરી રેકોર્ડ

Ayodhya Diwali 2024: અયોધ્યામાં દિવાળીની ઉજવણી આ વખતે ખાસ થવાની છે. આ વખતે અહીં એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. 30 ઓક્ટોબરના સરયૂ ઘાટ પર રોશનીનો ભવ્ય ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. દિવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. 28 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બની શકે છે.

દિવાળીની ઉજવણીની તૈયારીઓ
અયોધ્યામાં ખાસ દિવાળીની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. સરયૂ ઘાટ પર રોશનીનો ભવ્ય ઉત્સવ યોજાવાનો છે. જેમાં 28 લાખ દીવા કરવામાં આવશે. 30 હજારથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ દિવાની ખાસ વાત એ છે કે લાંબા સમય સુધી દિવા ચાલુ રહેશે. આકર્ષક ફૂલોથી મંદિરને શણગારી દેવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તાએ આ વિશે માહિતી આપી છે.

આ પણ વાંચો: કોણ છે અભિનવ અરોરા? જેને સંત રામભદ્રાચાર્યે મંચ પરથી નીચે ઉતાર્યો’તો?

ખાસ કાર્યક્રમનું આયોજન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ દિવાળીએ માત્ર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની સાથે પર્યાવરણને લઈને હવે સંદેશ આપવાનો રહેશે. 55 ઘાટ પર સ્વયંસેવકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ માટે બે હજારથી વધુ સુપરવાઈઝર, સંયોજકો, ઘાટ ઈન્ચાર્જ અને અન્ય સભ્યો છે. રોશનીથી અયોધ્યા ઝગમગી ઉઠશે.