December 27, 2024

Mitchell Marsh થયા ભારે ગુસ્સે, મેચમાં હારનું આ કારણ ગણાવ્યું

AFG vs AUS: અફઘાનિસ્તાનની ટીમે ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધી છે. મેચમાં હાર મળતાની સાથે મિચેલ માર્શના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 રાઉન્ડમાં પણ અપસેટ જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે ગ્રુપ વનમાં ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવતા તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. ખાસ વાત એ છે કે આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગની સાથે બોલિંગ પણ ખરાબ જોવા મળી હતી. આ મેચ હારતાની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.

નિર્ણયનો બચાવ કરતા જોવા મળ્યો
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન મિચેલ માર્શના ચહેરા પર નિરાશાની સાથે ગુસ્સો જોવા મળી રહ્યો હતો. મેચમાં હાર મળતાની સાથે તેમણે કહ્યું કે આ મેચમાં 20 રન અમને ખૂબ મોંઘા પડ્યા છે. આ મેચ દરમિયાન અમારી ફિલ્ડિંગ ઘણી ખરાબ જોવા મળી હતી. હવે અમારે માત્ર ભવિષ્યની મેચોમાં જીતવા વિશે વિચારવાનું છે. ઓસ્ટ્રેલિયન ટીમની ફિલ્ડિંગ ખરાબ જોવા મળી હતી. ગ્લેન મેક્સવેલે 59 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ગુરબાઝ-ઝદરાનની જોડીએ કરી કમાલ, રોહિત-કોહલી પણ પાછળ

મોટો અપસેટ સર્જ્યો
રાશિદ ખાનની કપ્તાની હેઠળ અફઘાનિસ્તાનની ટીમનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમે T20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો હતો. સુપર 8 મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમને 21 રને હરાવ્યું હતું. થમ બેટિંગ કરતા રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની અડધી સદીના આધારે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવવામાં સફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખુબ જ ખરાબ જોવા મળી હતી. કાંગારૂ ટીમના કેપ્ટન મિશેલ માર્શનું પણ કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું.