June 30, 2024

આંટીને લાગ્યો સોશિયલ મીડિયાનો ચસ્કો, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘મજા આવી ગઈ’

Most Viral Reel: સોશિયલ મીડિયાની દુનિયા પણ અજીબ અને અનોખી છે. અહીંયા ક્યારેય શું જોવા મળી જાય, તેને લઈ કંઈ કહી શકાય નહીં. સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો અને પોસ્ટ વાયરલ થઇ જાય છે. આ વીડિયો અને પોસ્ટ વચ્ચે એક-બે એવા વીડિયો પણ સામે આવી જાય છે જેને જોઈ લોકો ખુબ જ મોજમાં આવી જાય છે. હાલમાં પણ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.જેને જોઈ લોકોએ મજેદાર કોમેન્ટની લાઈન લગાવી દીધી છે.

આંટીને વીડિયોમાં શું કર્યું?
હાલમાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં આંટીજી ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. પરંતુ તે સામાન્ય રીતે ડાન્સ નથી કરી રહ્યા. આંટીજીએ પોતાના માથા પર ગેસ સિલિન્ડર, તે ગેસ સિલિન્ડર પર બીજો ગેસ સિલિન્ડર અને તેના પર એક સ્ટીલના માટલું પણ રાખ્યું છે. આ તમામ વસ્તુઓને બેલેન્સ કરતા તેઓ ડાન્સ પણ કરી રહ્યા છે. આશ્ચર્ય એ વાતનું પણ થઇ રહ્યું છે કે આંટીએ આટલું વજન પોતાના માથા પર કેમનું ઉઠાવ્યું હશે અને ડાન્સ દરમિયાન તેને કેમનું બેલેન્સ કર્યું હશે. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Neetu ❤️ (@_neetu_5650)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર _neetu_5650 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર ખબર લખાઈ રહી છે ત્યાં સુધીમાં 69 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે. વીડિયોને જોયા બાદ એક યૂઝરે લખ્યું- ગેસ સિલિન્ડર ભરેલો હોત તો વીડિયો વધુ વાયરલ થયો હોત. ત્યાં જ અન્ય યૂઝરે લખ્યું- ઓસ્કર એવોર્ડ આપવામાં આવશે. અન્ય યૂઝરે લખ્યું- ફેમસ હોનેકા ચક્કર હૈ બાબુભૈયા.