January 5, 2025

સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને રશિયામાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ !

Syria: સીરિયામાંથી જીવ બચાવીને પરિવાર સાથે રશિયા ભાગી ગયેલા પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિટિશ ટેબ્લોઈડ ‘ધ સન’ના અહેવાલ અનુસાર, મોસ્કોમાં બશર અલ-અસદને ઝેર આપીને તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીરિયામાં બળવા બાદ અસદ પોતાના પરિવાર સાથે મોસ્કોમાં છે. રશિયા જે લાંબા સમયથી મધ્ય પૂર્વમાં તેમનો મહત્વપૂર્ણ સાથી છે. તેથી રાષ્ટ્રપતિ પુતિને મોસ્કોમાં અસદ પરિવારને સુરક્ષા આપી છે અને એક એપાર્ટમેન્ટમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઘરમાં ઝેર પીને હત્યાનો પ્રયાસ!
બ્રિટિશ ટેબ્લોઈડ ‘ધ સન’ના અહેવાલ અનુસાર, અસદને તેના જ ઘરમાં મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેના પુરાવા સામે આવ્યા ત્યારે હોબાળો મચી ગયો હતો. સવાલો ઉઠી રહ્યા છે કે અસદ વિરુદ્ધ ષડયંત્ર રચનાર કોણ છે? શું સીરિયાની નવી સરકાર અસદને હટાવવા માંગે છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે?

ભૂતપૂર્વ રશિયન જાસૂસનો મોટો દાવો
અસદ ગયા વર્ષે 8 ડિસેમ્બરથી મોસ્કોમાં વ્લાદિમીર પુતિનની સુરક્ષા હેઠળ છે. પરંતુ ભૂતપૂર્વ ટોચના રશિયન જાસૂસ દ્વારા સંચાલિત ઓનલાઈન એકાઉન્ટ જનરલ એસવીઆર કહે છે કે બશર અલ-અસદ રવિવારે બીમાર પડ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે 59 વર્ષીય અસદ અસદને ગૂંગળામણ થઈ રહી હતી અને વારંવાર ઉધરસ થઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્ટ બાદ અસદના શરીરમાં ઝેરી તત્વો મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, એપાર્ટમેન્ટમાં જ સારવાર બાદ સોમવારે અસદની હાલત સ્થિર થઈ હતી. જોકે, રશિયન અધિકારીઓ તરફથી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: લાલુએ નીતિશને પરત ફરવાની કરી ઓફર, જાણો, બિહારના CM નીતિશે શું કહ્યું?

બશર અલ-અસદને કોણે ઝેર આપ્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ ગયા મહિને ખબર પડી હતી કે તેની પત્ની અસ્મા બ્રિટન પરત ફરવા માંગે છે પરંતુ તેના પાસપોર્ટની મુદત પૂરી થવાને કારણે તે લંડન પરત ફરી શકશે નહીં.