September 21, 2024

દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિષી, જાણો નવા મંત્રીમંડળમાં કોનો-કોનો સમાવેશ

Delhi CM Atishi Oath Ceremony: અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીને આજે નવા મુખ્યમંત્રી મળી ગયા છે. ઉપરાજ્યપાલ સચિવાલયમાં આયોજિત કાર્યક્રમમાં આતિષીએ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટેના શપથ લીધા. તેમની સાથે 5 મંત્રીઓએ પણ મંત્રીપદના શપથ લીધા.

જણાવી દઈએ કે કેજરીવાલના રાજીનામાં પહેલા આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠળ મળી હતી તેમ આતિષીને નવા નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રીના પદે બિરાજનાર આમ આદમી પાર્ટીના આતિષી ભારતીય જનતા પાર્ટીના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત બાદ ત્રીજા મહિલા મુખ્યમંત્રી છે.

આતિષીએ આમ આદમી પાર્ટીમાં અનેક મહત્વની જવાબદારીઓ નિભાવી છે. તેઓ 2013ની ચૂંટણીથી રાજકારણમાં પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટીનો પહેલો મેનિફેસ્ટો તૈયાર કરનાર ઘોષણપત્ર મુસદ્દા સમિતિના સભ્ય રહ્યા હતા અને શરૂઆતના દિવસોમાં પાર્ટીની નીતિઓને આકાર આપવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે આતિષીએ પ્રમુખ મંચો પર મક્કમ રીતે પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: ગાંધી જયંતિએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ શાળામાં સફાઈના પાઠ ભણાવશે

આ મંત્રીઓએ લીધા મંત્રીપદના શપથ
દિલ્હીનું સુકાન હવે આતિષીના હાથમાં આવી ગયું છે. તેમણે CM પદના શપથ લીધા છે. તેમની સાથે સાથે સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત,  ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી પદ માટેના શપથ લીધા છે

સૌરભ ભારદ્વાજે લીધા શપથ 

ગોપાલ રાયે લીધા શપથ

કૈલાશ ગેહલોતે લીધા શપથ  

ઈમરાન હુસૈને લીધા શપથ

મુકેશ અહલાવતે લીધા શપથ