September 18, 2024

2000 કરોડના કૌભાંડમાં આ પ્રખ્યાત અભિનેત્રીની કરાઈ ધરપકડ

Sumi Borah: STFએ આસામની અભિનેત્રી સુમી બોરા અને તેના પતિની શેર ટ્રેડિંગ કૌભાંડ કેસમાં ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કૌભાંડ 2000 કરોડ રૂપિયાનું છે. આવો જાણીએ કે સમગ્ર મામલો શું છે.

ડિબ્રુગઢમાં અટકાયતમાં
એક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે આસામ STF એ આસામી અભિનેત્રી સુમી બોરા અને તેના પતિ લોજિકલ બોરાની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ઓનલાઈન શેર ટ્રેડિંગ કૌભાંડમાં વોન્ટેડ છે. બંનેની STFએ બંનેને ડિબ્રુગઢમાં અટકાયત કરવામાં આવી છે. આ પહેલા સુમી બોરા અને તેની પતિને નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેઓ હાજર રહ્યા ના હતા. અભિનેત્રી સુમી બોરાએ કેટલીક સ્થાનિક ટીવી ચેનલોને એક વીડિયો સંદેશ મોકલીને દાવો કર્યો હતો કે તે આત્મસમર્પણ કરશે અને પોલીસને સંપૂર્ણ સહકાર આપશે.

આ પણ વાંચો: નતાશાએ છૂટાછેડા બાદ કરી પહેલી પોસ્ટ, પ્રેમ વિશે કહી આ વાત

રોકાણકારો છેતરાયા હતા
મળતી માહિતી પ્રમાણે કંપનીના માલિક ફુકને રોકાણકારો સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ફૂકનની તેના મેનેજર સાથે ગયા અઠવાડિયે ડિબ્રુગઢથી ધરપકડ કરાઈ હતી. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ આ સમગ્ર કેસની તપાસ સંભાળી હતી. આ પછી એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી.આસામના પોલીસે તસવીર પોસ્ટ કરી હતી અને એ પોસ્ટ પર લખ્યું કે હવે તેમની રમત પૂરી થઈ ગઈ છે. ટીમ STF ને અભિનંદન. આ પોસ્ટમાં જે ફોટો પોલીસે મૂક્યો છે તેમાં બંને પતિ અને પત્નીએ માસ્ક પહેરેલું જોવા મળે છે. જોકે જોકે ડીજીપીએ બંનેના નામનો ઉલ્લેખ કર્યો નથી.