September 18, 2024

આસામ ગેંગરેપના મુખ્ય આરોપીનું મોત, ક્રાઈમ સીન રિક્રિએશન દરમિયાન તળાવમાં કુદી પડ્યો

Aasam Case: આસામના ધિંગમાં 14 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારમાં સામેલ ત્રણ આરોપીઓમાંથી એકનું શનિવારે વહેલી સવારે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે પોલીસ ટીમ તેને ક્રાઈમ સીન રિક્રિએશન માટે લઈ ગઈ ત્યારે તે તળાવમાં કૂદી પડ્યો. અહીં ડૂબી જવાથી તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે તેના હાથ પર હાથકડી બાંધેલી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓના હવાલાથી આ ઘટનાની પુષ્ટિ કરી છે.

તફજુલ ઈસ્લામની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે શનિવારે તેને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો. “આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી ગયો. તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો,”

તમને જણાવી દઈએ કે ગુરુવારે 14 વર્ષની બાળકી પર કથિત સામૂહિક બળાત્કારની ઘટના બાદ આસામના નાગાંવ જિલ્લામાં આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થી સંઘ અને વિવિધ સંગઠનોએ આ વિસ્તારમાં બંધનું એલાન આપ્યું છે. રિપોર્ટ અનુસાર, સગીર બાળકી તળાવ પાસે અર્ધબેભાન અવસ્થામાં પડેલી મળી હતી. તેની સાયકલ પણ તળાવની નજીક હતી. કેટલાક સ્થાનિક રહેવાસીઓએ બાળકીને જોઈ અને તરત જ પોલીસને જાણ કરી.

આ પણ વાંચો: PM મોદીએ શેર કર્યો વીડિયો, કહ્યું – યુક્રેન ભારતનો ખાસ મિત્ર

અમે કોઈને છોડીશું નહીં – સીએમ સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે સગીર સાથે બનેલી ભયાનક ઘટના માનવતા વિરુદ્ધ ગુનો છે. આનાથી અમારા સામૂહિક અંતરાત્માને ઠેસ પહોંચી છે. અમે કોઈને પણ બક્ષશું નહીં અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવીશું. મેં આસામ પોલીસના ડીજીપીને સ્થળની મુલાકાત લેવા અને આવા રાક્ષસો સામે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પીડિતાની હાલત સારી છે – પીયૂષ હજારિકા
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાજ્યના કેબિનેટ મંત્રી પીયૂષ હઝારિકાએ કહ્યું છે કે પીડિતા હાલમાં સારી સ્થિતિમાં છે. ઘટના બાદ મંત્રી પિયુષ હજારિકાએ ધીંગની મુલાકાત લીધી હતી અને પીડિતાની તબિયત પૂછી હતી.