Asian Women’s Kabaddi Championship 2025: ટીમ ઈન્ડિયા ઈરાનને હરાવીને પાંચમી વખત બની ચેમ્પિયન

Asian Women’s Kabaddi Championship 2025: ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતની ટીમે ઈરાનને 32-25થી હરાવ્યું અને પાંચમી વખત આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સમગ્ર ટુર્નામેન્ટમાં તમામ મેચ જીતી છે.

આ પણ વાંચો: IND vs NZ Final: ટીમ ઈન્ડિયાના 3 એવા ખેલાડી કે જેમને હજૂ સુધી મેચ રમવાની તક મળી નથી

સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતનો દબદબો
મહિલા એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 માં 7 ટીમે ભાગ લીધો હતો. જેમાં ગ્રુપ A માં થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને મલેશિયા અને ભારતનો સમાવેશ થયો હતો. ગ્રુપ Bમાં ઈરાન, ઇરાક અને નેપાળની ટીમનો સમાવેશ થાય છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ જીતી લીધી હતી. છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા અને ઈરાન વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. છેલ્લે ભારતની જીત થઈ હતી. . ભારતની મહિલા કબડ્ડી ટીમ ફરી એકવાર ઈરાનને 32-25 થી હરાવીને એશિયન ચેમ્પિયન બની છે.