December 22, 2024

Video: ગુજરાત-મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ માટે બનાવ્યો ખાસ ટ્રેક

દિલ્હી: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવી રહેલા ખાસ પ્રકારના ટ્રેકની પ્રથમ ઝલક બતાવી છે. તેમણે તેના એક્સ હેન્ડલ પરથી આને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે દેશના પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકની વિશેષતાઓ સમજાવી હતી. ગુજરાત-મુંબઈ વચ્ચે બની રહેલા આ ટ્રેક વિશે વિગતવાર માહિતી વીડિયોમાં આપવામાં આવી છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન દોડવાના દ્રશ્યો પણ એનિમેટેડ રીતે સામેલ કરવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ બનેલા આ ટ્રેક બેલાસ્ટલેસ છે. એટલે કે એવા ટ્રેક જેને હાઈ-સ્પીડ ટ્રેનોના વજનને સહન કરવા માટે ટ્રેકમાં કાંકરી અને કોંક્રીટના ખૂણાની જરૂર પડતી નથી. વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક પર સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. જેમાંથી 153 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 295.5 કિમીનું પીયર વર્ક પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વીડિયોમાં શું છે?
વીડિયોમાં જોઇ શકાય છે કે આ ચોક્કસ ટ્રેક સિસ્ટમ – જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમ મુખ્યત્વે ચાર ભાગો ધરાવે છે. આરસી ટ્રેક બેડ એ વાયા ડક્ટની ઉપર સિમેન્ટ-ડામર અને મોર્ટારનો એક સ્તર છે. જેમાં પ્રી-કાસ્ટ સ્લેબ અને ફાસ્ટનર્સ સાથેની રેલ્સ છે.

આ પણ વાંચો: 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડમાં રહેશે કેજરીવાલ, કોર્ટે લીધો મોટો નિર્ણય

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં બે જગ્યાએ પ્રી-કાસ્ટ આરસી ટ્રેક સ્લેબ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના આણંદ અને કીમમાં લગભગ 35 હજાર મેટ્રિક ટન રેલ આવી છે. બાંધકામની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.