September 21, 2024

રાજકોટમાં સોની પરિવારના 8 જેટલા લોકોએ કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ

રાજકોટ: રાજકોટમાં સામુહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એક સોની પરિવારના 8 જેટલા લોકોએ ઝેરી દવા ગટગટાવી હોવાનું સામે આાવ્યું છે. હાલમાં તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યાં સોની પરિવારના તમામ લોકોની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યું છે. બેંક લોન ભરપાઈ ન કરી શકતા સોની પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારના 8 લોકોએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત પાછળ મુંબઈના ચાર જેટલા વેપારીએ સોનાના માલના લગભગ 3 કરોડ જેટલા રૂપિયા પરત ન આપતા અને બેન્કની લોન ભરપાઈ ન કરી શક્તા આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: કોણ છે અમેરિકાની કેપ્ટન સાયમા દુર્રાની, જેની ત્રણ પેઢી ભારતીય સેનામાં કરી ચૂકી છે નોકરી

પરિવારના સ્વજનો અનુસાર, બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ ન કરી શક્તા બેન્કવાળા માનસિક રીતે હૈરાન કરતા હતા તેમજ મુંબઈના વેપારીઓ દ્વારા સોનાના માલના પૈસા પરત ન આપતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો હતો. જેથી તેમણે આ પગલું ભર્યું હોઈ શકે.