અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, ‘શીશમહલ’ કેસમાં CVC એક્શનમાં

Kejriwal Sheeshmahal Case: દિલ્હીમાં ભાજપ સરકાર બને તે પહેલા કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી ગૃહ અંગે કરાયેલા આરોપોની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સીવીસીના આદેશ પર નવેમ્બરથી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં કેજરીવાલ પર કાનૂની દબાણ વધુ કડક થતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: IPL 2025 પહેલા ચાહકોને મોટો ઝટકો, મેચ જોવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે
CVCને ફરિયાદ કરી હતી
14 ઓક્ટોબર 2024ના રોજ વિજેન્દ્ર ગુપ્તાએ CVCને ફરિયાદ ફરિયાદ કરી હતી. સીવીસીને કરેલી ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો હતો કે રાજપુર રોડ પર પ્લોટ નંબર 45 અને 47 અને બે બંગલા 8-A અને 8B સહિતની તમામ સરકારી મિલકતો, જેમાં કેજરીવાલનું નિવાસસ્થાનનો સમાવેશ થાય છે. આ મામલે, CPWD એ 5 ડિસેમ્બર, 2024 ના રોજ CVC ને પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો.