December 21, 2024

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ જાહેર, આ છે કારણ

Robin Uthappa Arrest Warrant: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેનું કારણ એ છે કે તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ સમાચાર આવતાની સાથે તમામ ક્રિકેટ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ઉથપ્પા એક સમયે ટીમ ઈન્ડિયાના મહત્વના ખેલાડી હતા.

રોબિન ઉથપ્પા પર આરોપ
પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે પીએફ કમિશનર સદક્ષરી ગોપાલ રેડ્ડીએ તેમની વિરુદ્ધ આ ધરપકડ વોરંટ જારી કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસને પણ તેમણે કહ્યું છે કે આ બાબતને લઈને ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે. રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું મેનેજ કરી રહ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે કર્મચારીઓના પગારમાંથી PF કાપવાનો અને પછીથી તેને તેમના ખાતામાં ઉમેરવામાં આવ્યું છે. અંદાજે આ કૌભાંડમાં તેણે 23 લાખ રૂપિયાનું કર્યું છે. પોલીસ તેમના નિવાસ સ્થાને તપાસ કરી રહી છે. પોલીસ અને પીએફ વિભાગ બંને મળીને કાર્યવાહી કરી રહ્યા છે.