‘આ સાંસદની ધરપકડ કરો…’, વાયરલ ચેટ અને વીડિયો પર TMC સાંસદ કલ્યાણ બેનર્જીની સ્પષ્ટતા

TMC MP Fighting In ECI Office: 4 એપ્રિલ 2025ના રોજ ચૂંટણી પંચની ઓફિસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બે લોકસભા સાંસદો વચ્ચે કથિત રીતે ઉગ્ર દલીલ થઈ હતી. બંને નેતાઓ વચ્ચેની ચર્ચા હવે જગજાહેર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આઈટી સેલના વડા અને પશ્ચિમ બંગાળ માટે પાર્ટી નિરીક્ષક અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર ચર્ચાની વિડીયો ક્લિપ્સ શેર કરી.
અમિત માલવિયાએ જણાવ્યું હતું કે 4 એપ્રિલ 2025ના રોજ ચૂંટણી પંચમાં બે ટીએમસી સાંસદો વચ્ચે જાહેર ઝઘડા પછી, ગુસ્સે ભરાયેલા સાંસદે વર્સેટાઇલ ઇન્ટરનેશનલ લેડી (VI) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે વર્સેટાઈલ ઈન્ટરનેશનલ લેડી દ્વારા તેઓ કોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અમિત માલવિયા દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, એક જગ્યાએ કલ્યાણ બેનર્જી જોરદાર અવાજમાં કહી રહ્યા છે કે તેઓ ન તો કોઇ કોટામાંથી સાંસદ બન્યા છે અને ન તો કોઈ અન્ય પક્ષમાંથી ટીએમસીમાં જોડાયા છે.
Soon after the public spat between two TMC MPs in the precincts of the Election Commission of India on 4th April 2025, the irate MP continued slandering the ‘Versatile International Lady (VIL)’…
This is the stuff legends are made of! pic.twitter.com/dsubQrmQUj
— Amit Malviya (@amitmalviya) April 8, 2025
ટીએમસી સાંસદ કલ્યાણી બેનર્જીએ સ્પષ્ટતા આપી
ભાજપ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યા બાદ ટીએમસી સાંસદ કલ્યાણી બેનર્જીએ સ્પષ્ટતા આપી છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે તેમને ડેરિફ ઓ’બ્રાયન તરફથી 27 સાંસદો દ્વારા મેમોરેન્ડમ પર સહી કરાવવાની સૂચના મળી હતી. તેમણે કહ્યું, “જ્યારે હું ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યો ત્યારે એક મહિલા સાંસદે મારા પર બૂમો પાડવાનું શરૂ કર્યું. તે મહિલા સાંસદે કહ્યું કે તેમનું નામ જાણી જોઈને યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. પછી તેણીએ BSF જવાનોને કહ્યું કે આ માણસને પકડી લો.”
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ બીજી પોસ્ટમાં આ વીડિયો વિશે વિગતવાર સમજાવ્યું.તેમણે દાવો કર્યો હતો કે 4 એપ્રિલના રોજ, તૃણમૂલ કોંગ્રેસના બે લોકસભા સભ્યોએ ચૂંટણી પંચના મુખ્યાલયમાં જાહેરમાં ઝઘડો કર્યો હતો જ્યાં તેઓ રજૂઆત કરવા ગયા હતા.