યુવરાજ સિંહના પિતાએ Arjun Tendulkar વિશે આપ્યું આ મોટું નિવેદન

Arjun Tendulkar: અર્જુન તેંડુલકર IPL 2025 માં મુંબઈની ટીમનો ભાગ છે. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. આ વચ્ચે યુવરાજ સિંહના પિતાએ અર્જુન વિશે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: આજે RCB vs RRનો મુકાબલો,જાણો હવામાન કેવું રહેશે

યોગરાજ સિંહે અર્જુન તેંડુલકર વિશે આ કહ્યું
અર્જુન તેંડુલકર વિશે યોગરાજ સિંહે કહ્યું, “મેં અર્જુનને કહ્યું છે કે બોલિંગને બદલે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે. સચિનના દીકરાએ ત્રણ મહિના યુવરાજ સિંહ પાસેથી તાલીમ લેવી જોઈએ. મારો દાવો છે કે યુવરાજ તેને ક્રિસ ગેલ જેવો બેટ્સમેન બનાવશે.” મહત્વની વાત એ છે કે આઈપીએલમાં યુવરાજ સિંહના બે શિષ્યોએ ખૂબ નામના બનાવી છે. ગિલ અને અભિષેક શર્મા. આ બંને ખેલાડીઓ સાથે યુવરાજ ફોન પર વાત કરે છે અને માર્ગદર્શન આપે છે.